રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજખોરી સામે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા ડીવાયએસપીહાર્દિક પ્રજાપતિ માર્ગદર્શન હેઠળ 13 જેટલા સ્થળોએ વ્યાજ ખોરીના દુષણ અટકાવવા ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લામાં લોક દરબાર યોજાયા હતા.
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ટાઉન હોલ ખાતે એલસીબી પીઆઈ કે. કે. ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. તદ્દ ઉપરાંત ભાણવડ શહેર, રાવલ, ભાટિયા, વાડીનાર, સલાયા, દ્વારકા, વડત્રા, સુરજકરાડી, કુબેર વિસોત્રી, વેરાડ, કલ્યાણપુર તેમજ બેટ દ્વારકા ખાતે પણ લોક દરબાર યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ અધિકારીઓ દ્વારા વ્યાજ ખોરી સંદર્ભે લોકોને ડર્યા વિના આગળ આવીને ફરિયાદ, રજુઆત કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અલગ અલગ સ્થળોએ યોજાયેલ લોક દરબારમાં કેટલીક ફરિયાદો મળી હતી. જે અંગે તપાસ હાથ ધરીને કાર્યવાહી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.