તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખાંભા શહેરમાં આખલાના ત્રાસથી લાેકાે ભારે પરેશાન

ખાંભા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 10 દિવસમાં આખલાએ બે વ્યકિતને ઘાયલ કર્યા

ખાંભામા પાછલા ઘણા સમયથી અાખલાના ત્રાસથી લાેકાે તાેબા પાેકારી ઉઠયાં છે. અવારનવાર અાખલાની લડાઇમા નિર્દાેષ લાેકાેને ભાેગ બનવુ પડી રહ્યું છે. અહી દસ દિવસમા અાખલાઅે બે વ્યકિતને ઘાયલ કરી દીધા છે. ત્યારે શહેરમાથી અાખલાનાે ત્રાસ દુર કરવા માંગ ઉઠી છે.ખાંભામા મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ, ગાંધી ચાેક, ભગવતીપરા તેમજ શેરી ગલીઅાેમા અવારનવાર અાખલાઅાે અડિંગાે જમાવે છે. અનેક વખત અાખલાઅાે બજારમા બાખડી પડે છે.

અહી થાેડા દિવસ પહેલા અાખલાઅે બે વ્યકિતને હડફેટે લીધા હતા. જેને પગલે ઇજા પહાેંચી હતી. અા ઉપરાંત બજારમા પસાર થતા મહિલાઅાે, નાના બાળકાે તેમજ વૃધ્ધાેને પણ અવારનવાર અાખલાઅાે ઢીંકે ચડાવી રહ્યાં છે. અગાઉ પણ અનેક વખત તંત્રમા રજુઅાત કરાઇ હતી અને શહેરમાથી અાખલાને તાકિદે અન્યત્ર ખસેડવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો