તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટનો અંદાજ:ખાંભા તાલુકા પંચાયતમાં 42 કરોડનું પુરાંત બજેટ રજુ

ખાંભા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખાંભા તાલુકા પંચાયતનું સુકાન મહિલાના હાથમાં. - Divya Bhaskar
ખાંભા તાલુકા પંચાયતનું સુકાન મહિલાના હાથમાં.
 • ચૂંટાયેલ નવી બાેડીની પ્રથમ બજેટ અંગે બેઠક મળી: મહિલા પદાધિકારી દ્વારા વિકાસ કામ શરૂ

ખાંભા તાલુકા પંચાયતમા ભારતીય જનતા પાર્ટીઅે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ અાજે પ્રથમ બેઠક મળી હતી. જેમા 42 કરાેડનુ પુરાંતલક્ષી બજેટ રજુ કરાયુ હતુ.

ખાંભા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના પદાધિકારીઓ દ્વારા આજે વિધિવત રીતે ચાર્જ સાંભળી લેવામાં આવ્યો છે. પરંતુ આ વખતે ભાજપના મોવડી મંડળ દ્વારા ખાંભા તાલુકા પંચાયતનું સુકાન મહિલાના હાથ આપ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નીતાબેન કાંતિભાઈ તંતી, ઉપપ્રમુખ તરીકે મનીષાબેન કૌશિકભાઈ માલણકિયા, કારોબારી ચેરમેન બેનાબેન બાવભાઇ, ન્યાય સમિતિ ચેરમેન મુકતાબેન રમેશભાઈ સરવૈયાએ ચાર્જ સાંભળી લીધો હતો. બીજી તરફ આજે ખાંભા તાલુકા પંચાયતનું પુરાત બજેટ 42 કરોડનું રજુ કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં ખાંભા તાલુકાને વિકાસની વરમાળા પહેરવાની નેમ સાથે આજથી ભાજપની મહિલા પદાધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામા અાવી હતી.

અા તકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા, તાલુકા મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ ફિડોલીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ જગદીશભાઈ ગોસ્વામી, ભાવભાઈ ભમ્મર, ભગતભાઈ ભમ્મર સહિત અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો