હુકુમ:ખાંભા કોર્ટે જુદા- જુદા 3 કેસમાં 6 આરોપીને સજા ફટકારી

ખાંભા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક માસથી ત્રણ માસ સુધીની સજા અને દંડ ફટકાર્યો

ખાંભા તાલુકામા વર્ષ 2009,2012 અને 2015મા જુદાજુદા ત્રણ કેસમા કોર્ટ દ્વારા છ આરોપીઓને એક માસથી લઇ ત્રણ માસ સુધીની સજા અને દંડ ફટકારવામા આવ્યો હતો. જેને પગલે પિડીતોને ન્યાય મળતા અન્ય ગુનાહિત પ્રવૃતિ કરતા તત્વોમા ફફડાટ ફેલાયો છે.વર્ષ 2009મા જીકીયાળી ગામના મેરામભાઇ નાજભાઇને મજુરીના પૈસા ન આપી માર મારતા તેણે જયસુખ મોહન નસીત, ભરત મોહન નસીત, મોહન કેશુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ કોર્ટમા ચાલી જતા કોર્ટે ત્રણેય આરોપીને ત્રણ માસની સજા અને દરેકને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.

જયારે વર્ષ 2015મા વાંકીયા ગામના મગનભાઇ બાવચંદભાઇને પોતાના ખેતરમા વરસાદી પાણીના નિકાલ મુદે માર મારતા તેણે મનસુખ દેવશી શેલડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમા ચાલી જતા કોર્ટે મનસુખ શેલડીયાને એક માસની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2012મા ખેતરના શેઢે ઢોર ચરાવવા મુદે માથાકુટ થયેલ જેનો કેસ કોર્ટમા ચાલી જતા જામકાના નના રામ વાઘ તેમજ દુલા રામ વાઘને કોર્ટે ત્રણ માસની સજા અને 2500નો દંડ ફટકાર્યો હતો. જજ સી.વી.ભટ્ટે સરકારી વકિલ એચ.એમ.ત્રિવેદીની દલીલ માન્ય રાખી આરોપીઓને સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...