તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાેળા ઉમટ્યા:ખાંભા તાલુકા પંચાયતમાં રીસર્વેના ફાેર્મ ભરવા લાેકાેના ટાેળા ઉમટ્યા

ખાંભા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકા પંચાયત કચેરીમાં રીસર્વેના ફોર્મ ભરવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભુલ્યા અને કામગીરીમાં લોકોને મુશ્કેલી પડી. - Divya Bhaskar
તાલુકા પંચાયત કચેરીમાં રીસર્વેના ફોર્મ ભરવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભુલ્યા અને કામગીરીમાં લોકોને મુશ્કેલી પડી.
  • 3 દિવસમાં 2900 ફાેર્મ રજુ થયા : સર્વેમાં વ્હાલા દવલાની નીતિના અાક્ષેપાે

ખાંભા તાલુકામા વાવાઝાેડાઅે ભારે વિનાશ વેર્યાે હતાે. અનેક કાચા મકાનાે ધરાશાયી થયા હતા. સરકાર દ્વારા સર્વે કરી લાેકાેને સહાય ચુકવવાની શરૂઅાત પણ કરી દીધી હતી. જાે કે સર્વેમા વ્હાલા દવલાની નીતિ કરાઇ હાેવાના અાક્ષેપાે પણ લાેકાેઅે ઉઠાવ્યાં છે. અનેક લાેકાે હજુ પણ સહાયથી વંચિત હાેવાનુ જાેવા મળી રહ્યું છે. ત્યારે ખાંભા તાલુકા પંચાયત ખાતે રીસર્વેના ફાેર્મ ભરવા લાેકાેના ટાેળા ઉમટયા હતા. અહી સાેશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં હતા. અહી ત્રણ દિવસમા 2900 ફાેર્મ રજુ થયા છે.

તાલુકા પંચાયત કચેરી ખાતે ચારેક દિવસથી રીસર્વેના ફાેર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામા અાવી છે. જેને પગલે દરરાેજ માેટી સંખ્યામા લાેકાે રીસર્વેના ફાેર્મ ભરવા અહી ઉમટી રહ્યાં છે. વાવાઝાેડા બાદ સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાથી કર્મચારીઅાેની ટુકડી અહી બાેલાવી સર્વેની કામગીરી કરવામા અાવી હતી. જાે કે યાેગ્ય સર્વે કરાયાે ન હાેય હજુ પણ અનેક લાેકાે સહાયથી વંચિત જાેવા મળી રહ્યાં છે. હાલ તાલુકા પંચાયત કચેરી ખાતે રીસર્વેના ફાેર્મ ભરવા માટે લાેકાેની કતારાે જાેવા મળી રહી છે. અહી સાેશ્યલ ડિસ્ટન્સનુ પણ તંત્ર પાલન કરાવી શકતુ નથી.

સહાયથી વંચિત લાેકાે કહી રહ્યાં છે કે સર્વેની કામગીરીમા પણ વ્હાલા દવલાની નીતિ અપનાવવામા અાવી રહી છે. હાલ ખાંભા પંચાયત કચેરી ખાતે વિરાેધને શાંત પાડવા રીસર્વે માટે અરજી લેવામાઅાવી રહી છે. અહી લાેકાેના ટાેળેટાેળા જાેવા મળી રહ્યાં છે જેના કારણે અન્ય કામગીરીમા પણ મુશ્કેલી થઇ રહી છે.

700 લાભાર્થીને બેંક ખાતા નં.ની ભુલથી હજુ સહાય મળી નથી
પંચાયતના સુત્રાેઅે જણાવ્યું હતુ કે મકાન સહાય, ઘરવખરી સામાન સહાય ચુકવવામા અાવી રહી છે. જાે કે 700 જેટલા લાભાર્થીને બેંક ખાતામા ભુલના કારણે હજુ સુધી સહાય મળી શકી નથી. હાલ બેંક ખાતા નંબરની તપાસ કરી તેમને સહાય ચુકવાશે.

7452 લાભાર્થીને મકાન સહાય, 1844 લાભાર્થીને ઘરવખરી સહાય ચૂકવાઇ
ખાંભા તાલુકા પંચાયતના અધિકારીના જણાવ્યું મુજબ ખાંભા તાલુકામા 7452 લાભાર્થીને મકાન સહાય માટે 1844 લાખ તેમજ ઘરવખરી સામાન માટે 5921 લાભાર્થીઅાેને 414 લાખની સહાયનુ ચુકવણુ કરી દેવામા અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...