રાહત:ખાંભા યાર્ડમાં કપાસની 5 હજાર મણ આવક

ખાંભા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતાેને રૂપિયા 1200 થી 1725 સુધીનાે ભાવ મળતા ખુશી: કમિશન પ્રથા બંધ હોવાથી ફાયદો

ખાંભા માર્કેટીંગયાર્ડમા અાજે કપાસની મબલખ પાંચ હજાર મણ જેટલી અાવક અાવી હતી. યાર્ડમા અેક સપ્તાહથી મેાટી સંખ્યામા ખેડૂતાે કપાસ વેચવા માટે અાવી રહ્યાં છે. ખેડૂતાેને કપાસના રૂપિયા 1200 થી 1725 સુધી ભાવ મળતા ખુશી જાેવા મળી રહી છે. અાગામી દિવસાેમા હજુ પણ અાવક વધે તેવી શકયતા જાેવાઇ રહી છે.ખાંભા તાલુકામાં પાછાેતરા વરસાદે ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવી લીધો છે. ત્યારે ખેડૂતોને આ વર્ષે ખેતીનો ખર્ચ પણ માથે પડે તેમ હતો. અને દિવાળી જેવો તહેવાર પણ બગડે એમ હતો.

ત્યારે ખાંભા માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ કપાસના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. માર્કેટિંગયાર્ડ ચાલુ થયાના ટૂંકા દિવસમાં જ 35 હજાર મણ જેટલો કપાસ આવી ગયો છે. અને હાલમાં દરરાેજ 5 થી 7 હજાર મણ કપાસની આવક થઈ રહી છે.અહી ખેડૂતાેને કપાસના રૂપિયા 1200 થી 1725 જેટલા ભાવ મળતા ખેડૂતો ઘરે બેઠા વેચવા કરતા માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ અર્થે આવવા લાગ્યા છે.

બીજી તરફ અમરેલી જિલ્લામાં માત્ર ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન કે દલાલી પ્રથા બંધ હોવાના કારણે ખેડૂતો અને વેપારી બંનેને ફાયદો થઇ રહ્યો છે. ત્યારે આગામી દિવાળી સુધીમાં 1 લાખ મણ જેટલો કપાસ માર્કેટિંગયાર્ડમાં આવવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...