તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:ખાંભાના કોદિયા ગામમાં સંતોએ અસરગ્રસ્તાેને 5 ટ્રક નળીયા આપ્યા

ખાંભા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 હજાર નળીયા અને માેભિયા જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડ્યા

વાવાઝાેડાઅે ખાંભા તાલુકામા પણ ભારે નુકશાન પહાેંચાડયુ છે. ત્યારે અહી અાવેલ સ્વામીનારાયણ મંદિરના સંતાે દ્વારા અહીના કાેદીયા ગામમા પાંચ ટ્રક ભરીને નળીયા અને માેભીયા જરૂરીયાતમંદ પરિવારાે સુધી પહાેંચાડયા હતા. સેવા પરમાે ધર્મના સુવિચાર સાથે ખાંભા સ્વામીનારાયણ ગુરૂકુળના વિષ્ણુ સ્વામી, કાેઠારી સ્વામી સહિત સંતાે દ્વારા અહી અાવેલ કાેદીયા ગામમા વાવાઝાેડાથી અનેક કાચા ઘરાેના નળીયા છાપરા ઉડી ગયા હાેય પાંચ ટ્રક ભરીને નળીયા અને માેભીયા પહાેંચતા કર્યા હતા.

હરિભકતાેઅે પણ યાેગ્ય દાન અાપ્યુ હતુ. વાવાઝોડામાં પ્રભાવિત થયેલા પરિવારોને મદદ માટે હાથ લંબાવ્યાે હતાે. પરિવારને જીવન જરૂરિયાત ચીજવસ્તુ આપી હતી. મોટાભાગના લોકોના ઘરની છત ઉડી ગઈ હતી. કોણ મદદ કરશે તે વિચાર માત્ર પરિવારના મોભીમાં હચમચાવી નાખે છે. ત્યારે ખાંભા સ્વામિનારાયણ ગુરુકુલના સંતોઅે અા બીડુ ઝડપી લીધુ હતુ. ખાંભામા વાવાઝાેડા બાદ પણ સંતાે દ્વારા બંને ટાઇમ જરૂરીયાતમંદ લાેકાેને જમવાની વ્યવસ્થા કરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...