તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ખાંભા પંથકમાં અમદાવાદની સંસ્થાએ રૂા. 5 લાખની 200 કીટનું વિતરણ કર્યું

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ નજીક આવતા 200 પરિવારને મકાનની છત ઢાંકવા તાલપત્રી પહોંચાડી

ખાંભા તાલુકાના ગામડાઓ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. તેવા સમયે અમદાવાદની એક્શન એડ ઇન્ડિયા સંસ્થાએ 5 લાખની 200 અનાજની કીટ વિતરણ કરી હતી. તેમજ ચોમાસુ નજીક આવતા 200 પરિવારને મકાનની છત ઢાંકવા માટે તાલપત્રી પહોંચાડી હતી.

ખાંભા ઉપરાંત ગીદરડી, ભાણીયા, સહિતના ગામોમાં વાવાઝોડાના કારણે લોકોના મકાન પડી ગયા હતા. અનેક લોકો ઘર વિહોણા થયા છે. તેમજ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે વાવાઝોડા પીડીત ગામોની મદદે સેવાકીય સંસ્થાઓ પહોંચી રહી છે. ત્યારે ખાંભા અને ગામડામાં અમદાવાદની એક્શન એડ ઇન્ડિયા સંસ્થાએ 5 લાખની 200 અનાજની કીટ લોકોને વિતરણ કરી હતી.

બીજી તરફ ચોમાસુ નજીક આવી ગયું છે. છતાં પણ વાવાઝોડામાં પડી ગયેલા લોકોના મકાન રીપેરીંગ થયા નથી. ત્યારે એક્શન એડ ઇન્ડિયા સંસ્થાએ 200 પરિવારને મકાનની છત ઢાંકવા માટે તાલપત્રી પહોંચાડી હતી. આ સેવાકીય કાર્યમાં સંસ્થાના શુશીલાબેન પ્રજાપતિ, હંસાબેન રાઠોડ, મનોજભાઇ, ચંદુભાઇ દેવેરા, પ્રવીણભાઇ બાબરીયા વિગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...