તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાંભામાં કન્યા શાળા ખાતે રૂદ્રગણ ગૃપ અને જય અંબે મલ્ટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 13 ડોકટરની ટીમે જુદા જુદા રોગના 500 દર્દીઓની સારવાર કરી હતી. ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓના પરિવારનું મોંઘીદાટ હોસ્પિટલમાં સારવાર લેવાથી ઘર ધોવાઈ જતા હોય છે. તેવા સમયે ખાંભામાં કન્યાશાળા ખાતે રૂદ્રગણ ગૃપ અને જય અંબે મલ્ટીહોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં હોસ્પિટલના 13 ડોકટરની ટીમે ગંભીર રોગના 500 જેટલા દર્દીઓની સારવાર કરી હતી. ઉપરાંત તેમને નિ : શુલ્ક દવાનું વિતરણ કર્યું હતું.
આ તકે રૂદ્રગણ ગૃપના કશ્યપભાઇ પંડ્યા, જસુભાઇ મોભ, ભાર્ગવભાઇ પંડ્યા, દુમિલભાઇ પંડ્યા અને કરણભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર - પૃથ્વી રાઠોડ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.