તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતનો અનોખો વિરોધ:વાવાઝોડામાં ખેડૂતને 3 લાખનું નુકસાન પણ માત્ર પાંચ હજારની સહાય મળતા રૂ. 100 ઉમેરી સરકારને પરત કર્યા

ખાંભા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાંભાના ભુંડણી ગામના નાજકુભાઇ ધીરૂભાઇ કોટીલાની વાડીમા વાવાઝોડાના કારણે રૂપિયા 3 લાખ જેવુ નુકશાન થયુ હતુ. સરકારી બાબુઓ સર્વે પણ કરી ગયા હતા. પાક સંપુર્ણ નાશ થતા તેમને રૂપિયા 95100 મળવાપાત્ર હતા. જેના બદલે તારીખ 5/7ના રોજ તંત્ર દ્વારા તેમના બેંક એકાઉન્ટમા સહાય પેટે માત્ર 5 હજાર રૂપિયા જમા કરાવવામા આવ્યા હતા. તેમને પોતાની નુકશાની સામે મળેલી સહાયની આ રકમ મજાક સમાન લાગી હતી. જેથી નાજકુભાઇએ સરકારની આ સહાય જોઇતી નથી તેવો નિર્ણય કરી સહાય પેટે મળેલા રૂપિયા 5 હજાર ઉપરાંત રૂપિયા 100 પોતાના તરફથી ઉમેરી રૂપિયા 5100નો ચેક લખી ખાંભા તાલુકા વિકાસ અધિકારીના સરકારી ખાતામા જમા કરાવી દીધો હતો. તેમના આ પગલાથી તાલુકા પંચાયતમા જાણે સોંપો પડી ગયો હતો.

એક તરફ સર્વેમા ગોલમાલ કરાતા આજે પણ ખાંભા તાલુકા પંચાયતમા રીસર્વે માટે લોકોની લાઇનો લાગી છે. અહી રોજેરોજ રીસર્વેના સેંકડો ફોર્મ જમા થઇ રહ્યાં છે. કુદરતી આફતમા ફસાયેલા લોકો સરકાર સામે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. અનેક પિડીતો સહાયથી વંચિત પણ છે. ત્યારે અહીના આ ખેડૂતે જાણે તંત્રના ગાલે તમાચો માર્યો છે.

ઘણા લાભાર્થીઓ સાથે આવુ બન્યું છે
ભુંડણી ગામના ખેડૂત નાજકુભાઇ કોટીલાએ જણાવ્યું કે,ભુંડણી ગામના ખેડૂત નાજકુભાઇ કોટીલાએ જણાવ્યું હતુ કે ત્રણ લાખના નુકશાન સામે મારા પરિવારને માત્ર પાંચ હજાર મળ્યાં છે અને અમે 5100 પરત કર્યા છે. ઘણા લાભાર્થીઓ સાથે આવુ થયુ છે. સરકારે રીસર્વે કરાવી પિડીત પરિવારોને યોગ્ય મદદ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...