સેવા પરમો ધર્મ:ખાંભામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારાેને 150 રાશન કીટનું વિતરણ

ખાંભાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવી વકીલ અને દાતાઅાે સોશ્યલ મિડીયાના માધ્યમથી જરૂરીયાતમંદાેની વહારે અાવ્યા

ખાંભામા લાેકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લાેકાેની સેવા બાદ હાલ સેવાભાવીઅાે વાવાઝાેડાગ્રસ્ત પરિવારાેની મદદમા અાવ્યા છે. અહી દાતાઅાે દ્વારા 150 રાશન કીટનુ વિતરણ કરાયુ હતુ. ખાંભામા થાેડા દિવસ પહેલા કાેરાેનાઅે કાળાે કેર વર્તાવ્યાે હતાે જેને પગલે ઘણા પરિવારાે મુશ્કેલીમા મુકાયા હતા.

હાલ વાવાઝાેડાઅે પણ અહી ભારે નુકશાન પહાેંચાડતા અનેક પરિવારાે ઘર વિહાેણા બની ગયા હતા. ત્યારે સેવાકાર્યમા હંમેશા અગ્રેસર રહેતા વકિલ રાજુભાઇ હરિયાણીએ બીડું ઝડપી અને સાેશ્યલ મીડિયાનો સહારો લીધો હતાે. ખાંભાના જ રહીશો અને અન્ય જિલ્લામાં પોતાની કર્મભૂમિ બનાવનાર લોકો સુધી આ મેસેજ પહાેંચાડી સેવાકાર્યનાે અારંભ કર્યાે હતાે. લાેકાેની જરૂરીયાત મુજબ સામગ્રીની કીટ બનાવી વિતરણ કરવામા અાવ્યુ હતુ.

રાજુભાઇ હરીયાણી તેમજ અન્ય દાતાઅાેની મદદથી જરૂરીયાતમંદ લાેકાેને 150 કીટનુ વિતરણ કરાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અા સેવાભાવીઅાે દ્વારા કાેરાેનાકાળ દરમિયાન પણ હાેસ્પિટલમા દર્દીઅાેની સાથે અાવતા પરિજનાે માટે ચા-નાસ્તાે તેમજ જમવાનુ પહાેંચાડવાની વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...