તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખાંભા- ચલાલા માર્ગ પર સાઇડમાં પડી ગયેલા વૃક્ષાે હટાવવા માંગ

ખાંભા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહીંથી પસાર થતા વાહન ચાલકાેને અકસ્માતની ભીતિ

ખાંભા ચલાલા માર્ગ પર વાવાઝાેડામા પડી ગયેલા વૃક્ષાે હટાવી સાઇડમા મુકી દેવાયા છે. જાે કે અા વૃક્ષાે અહીથી હજુ સુધી હટાવવામા અાવ્યા નથી જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકાેને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અા માર્ગ પર વાવાઝાેડામા માેટી સંખ્યામા વૃક્ષાે ધરાશાયી થયા હતા.

જાે કે અહી ગ્રામજનાેઅે અા વૃક્ષાે હટાવી માર્ગની સાઇડમા મુકી દીધા હતા અને રસ્તા ખુલ્લા કર્યા હતા. પરંતુ દાેઢેક માસ જેટલાે સમય વિતી ગયાે હાેવા છતા અા વૃક્ષાેને અહીથી દુર કરવાની તંત્રઅે તસદી લીધી નથી. અનેક સ્થળે માર્ગની ગાેળાઇમા સાઇડમા અા તાેતીંગ વૃક્ષાે પડેલા છે જેના કારણે સામ સામે અાવતા વાહન ચાલકાેને અગવડતા પડી રહી છે.

અહી રાત્રીના સમયે પસાર થતા વાહન ચાલકાેને મુશ્કેલી પડી રહી હાેય માર્ગની સાઇડમા પડેલા તાેતિંગ વૃક્ષાેને અહીથી દુર કરવામા અાવે તેવુ ગામ લાેકાે ઇચ્છી રહ્યાં છે. અહીથી દિવસ રાત અનેક વાહન ચાલકાે પસાર થતા હાેય છે ત્યારે કાેઇ અકસ્માત સર્જાશે તાે જવાબદાર કાેણ તેવા સવાલાે પણ લાેકાે ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...