અકસ્માત:ડેડાણ- ત્રાકુડા રસ્તા વચ્ચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, આધેડનું મોત

ખાંભા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રાકુડાથી બાઇક લઇને ખાંભા તરફ અાવતા હતા ત્યારે સર્જાયાે અકસ્માત

ખાંભા તાલુકાના ડેડાણ ત્રાકુડા માર્ગ વચ્ચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અાધેડનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયાે હતાે. અાધેડની લાશને પીઅેમ માટે ખાંભા દવાખાને ખસેડાઇ હતી.ગઇકાલે સાંજના પાેણા પાંચેક વાગ્યાના સુમારે ખાંભામા મહાદેવપરામા રહેતા ગાેકુળભાઇ માેહનભાઇ દુધાત (ઉ.વ.58) પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 કયુ 7643 લઇને ત્રાકુડાથી ખાંભા તરફ અાવી રહ્યાં હતા. તેઅાે ભારત ગેસ અેજન્સી પાસે પહાેંચ્યા ત્યારે પુરપાટ ઝડપે અાવી રહેલ કાર નંબર જીજે 14 અેકે 8260ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયાે હતાે.

અકસ્માત સર્જાતા ગાેકુળભાઇને ગંભીર ઇજા પહાેંચતા તેમનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છુટયાે હતાે. અાધેડની લાશને પીઅેમ માટે ખાંભા સરકારી દવાખાને ખસેડાઇ હતી. બનાવ અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે અરૂણભાઇ ગાેકુળભાઇ દુધાતે ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. તસવીર- પૃથ્વી રાઠાેડ

અન્ય સમાચારો પણ છે...