તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠેર- ઠેર ગંદકી:ખાંભામાં સફાઇ કામદારાેનાે ત્રણ માસનાે પગાર ન થતાં સફાઇ ઠપ્પ

ખાંભા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી સફાઇ કરવાનું બંધ કરાતા શહેરમાં ઠેર- ઠેર ગંદકીના ગંજ ખડકાયા

ખાંભા શહેરને સ્વચ્છ રાખનાર સફાઇ કામદારાેને જ ત્રણ માસથી પગાર ન મળતા બે દિવસથી સફાઇ કામદારાેઅે સફાઇ કરવાનુ બંધ કરી દેતા શહેરમા ઠેકઠેકાણે ગંદકીના ગંજ ખડકાયા છે.

ખાંભામા ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કામદારાેને ત્રણ માસથી પગાર ન ચુકવતા બે દિવસથી સફાઇ કામદારાેઅે સફાઇની કામગીરી બંધ કરી દીધી છે. પહેલા પગાર ચુકવવામા અાવે ત્યારબાદ જ સફાઇની કામગીરી શરૂ કરવા સફાઇ કામદારાેઅે પંચાયતને કહ્યું હતુ. હાલ ગ્રામ પંચાયત પાસે પણ ભંડાેળ ન હાેય પગાર ચુકવવામા વિલંબ થઇ રહ્યાે છે. તાે અા અંગે સતાધીશાે અેવુ પણ કહી રહ્યાં છે કે શહેરના અમુક લાેકાે સમયસર વેરાે પણ ભરતા નથી જેના કારણે પંચાયત પાસે ભંડાેળ પણ નથી. જાે કે હાલ સરપંચ દ્વારા અેવી ખાતરી અપાઇ છે કે અેકાદ સપ્તાહમા સફાઇ કામદારાેને પગારની ચુકવણી કરી દેવામા અાવશે. જેથી કામદારાેને સફાઇની કામગીરી શરૂ કરી દેવા તેમણે વિનંતી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...