તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ચેક રીટર્ન કેસમાં ખાંભાના વેપારીને કાેર્ટે વધુ 2.95 લાખનાે દંડ ફટકાર્યાે

ખાંભા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિત્ર પાસેથી ત્રણ લાખ ઉછીના લીધા હતા : કાેર્ટે સજા યથાવત રાખી

ખાંભામા રહેતા અને ટાઇલ્સનાે ધંધાે કરતા અેક વેપારીઅે ધંધા માટે નાણાની જરૂર હાેય મિત્ર પાસેથી ત્રણ લાખ ઉછીના લીધા હતા. જાે કે બાદમા મિત્રને ત્રણ ચેક અાપ્યા હતા. પરંતુ ચેક રીર્ટન થતા તેની સામે ફરિયાદ કરાઇ હતી. અા કેસમા વેપારીને કાેર્ટે અેક વર્ષની સજા અને પાંચ હજારનાે દંડ ફટકાર્યાે હતાે. પરંતુ વેપારીઅે સેશન્સ કાેર્ટમા અપીલ કરતા કાેર્ટે સજા યથાવત રાખી વધુ 2.95 લાખનાે દંડ ફટકાર્યા હતાે. અહી રહેતા હિમતભાઇ માેહનભાઇ બાેડા નામના વેપારીને ધંધા માટે નાણાની જરૂર હાેય તેના મિત્ર અશાેકભાઇ રણછાેડભાઇ ભરાડ પાસેથી રૂપિયા ત્રણ લાખ ઉછીના લીધા હતા.

બાદમા મિત્રઅે નાણાની ઉઘરાણી કરતા તેમણે જુદીજુદી રકમના ત્રણ ચેક અાપ્યા હતા. પરંતુ ચેક રીર્ટન થતા અશાેકભાઇઅે ખાંભા કાેર્ટમા ફરિયાદ કરી હતી. અા કેસમા કાેર્ટે હિમતભાઇ બાેડાને અેક વર્ષની સજા અને પાંચ હજારનાે દંડ ફટકાર્યાે હતાે. જેની સામે હિમતભાઇઅે સેશન્સ કાેર્ટમા અપીલ કરી હતી.

ન્યાયાધીશ પટેલે ફરિયાદ પક્ષના વકિલ ઉપેન્દ્રભાઇની દલીલાેને ધ્યાનમા રાખી નીચેની કાેર્ટની અેક વર્ષની સાદી કેદની સજા ભાેગવવાનાે હુકમ યથાવત રાખ્યાે હતાે. તેમજ પાંચ હજાર દંડની જગ્યાઅે રૂપિયા ત્રણ લાખનાે દંડ કર્યાે હતાે. અને જાે દંડની રકમ ભરવામા કસુર કરે તાે વધુ ચાર માસની સજા ભાેગવવાનાે હુકમ પણ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...