ખાંભામા આંબરડી રોડ પર 400 મીટર જેટલો રસ્તો તદન તુટી ગયો હોય અને વાહનોના કારણે ધુળની ડમરીઓ ઉડતી હોય સ્થાનિક રહિશો પરેશાન થઇ ગયા છે. આ રહિશોએ તાત્કાલિક રસ્તો બનાવવા માંગ કરી છે.
આ રસ્તેા દસ વર્ષ પહેલા બનાવવામા આવ્યો હતો. ખાંભા આંબરડી, ખાંભા રાજુલાને જોડતો આ રસ્તો પંચાયતના માર્ગ મકાન વિભાગ હસ્તક છે અને 400 મીટર જેટલો રોડ તદન તુટી ગયો છે. અહી ખાડામા રોડ છે કે રોડમા ખાડા છે તે સમજવુ મુશ્કેલ છે. આ સિંગલ પટ્ટી રોડ ધારી સબ ડિવીઝન નીચે આવે છે. અને ખાંભાના ભગવતીપરા વચ્ચેથી પસાર થાય છે.
રોડ તદન તુટી ગયો હોય વાહનો ચાલે ત્યારે ધુળની ડમરીઓ ઉડે છે. લોકોના ઘરમા પણ ધુળના થર જામી જાય છે. અને પર્યાવરણ દુષિત બને છે. અહી ચોમાસામા પાણીના ખાડા ભરાશે અને લોકોની હાડમારી વધશે તે પહેલા રસ્તાની મરામત થાય તેવુ સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે.
ત્રણ મહિના પહેલા મંજુર થયો છે રોડ
જિલ્લા પંચાયત સદસ્ય નિતાબેન ચાવડાની રજુઆત બાદ પંચાયત વિભાગ દ્વારા અહી ત્રણ મહિના પહેલા રોડ મંજુર કરી દેવાયો છે. પરંતુ હજુ સુધી આ રોડનુ કામ શરૂ થયુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.