તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણિક અધિકારી પાસે તપાસ કરાવવા માંગ:ખાંભાના એક દાયકા જુના મનરેગા કાૈભાંડની તપાસ માંગતા બાટાવાળા

ખાંભા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રામાણિક અધિકારી પાસે તપાસ કરાવી જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા માંગ ઉઠી
 • મૃતક વૃદ્ધાે અને દિવ્યાંગાેની હાજરી બતાવી છતાં તપાસનું કાેઇ પરિણામ નહીં !

ખાંભા ગ્રામ પંચાયતના સતાધીશાે દ્વારા વર્ષ 2009-10મા મનરેગાના કામાેમા વ્યાપક ગેરરીતિ આચરવામા આવી હાેવાની ફરિયાદાે બાદ હજુ પણ તપાસ ફાઇલાેમા અટવાયેલી છે ત્યારે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ ગાંધીનગરમા ગ્રામ વિકાસ કમિશ્નરને રજુઆત કરી આ પ્રકરણની યાેગ્ય તપાસ કરવા માંગ ઉઠાવી છે. ભીખુભાઇ બાટાવાળાએ આજે કરેલી લેખિત રજુઆતમા જણાવ્યું હતુ કે ગ્રામ પંચાયતના આ કાૈભાંડ અંગે ફરિયાદ ઉઠયાં બાદ તપાસ તાે શરૂ કરવામા આવી હતી. પરંતુ તપાસના નામે ભ્રષ્ટાચારીઓને માત્ર બચાવવામા આવ્યા છે. ગરીબ મજુરાેને રાેજીરાેટી મળી રહે તે માટે મનરેગા યાેજના અમલમા છે.

પરંતુ ગ્રામ પંચાયતના તત્કાલિન સતાધીશાેએ આર્થિક સધ્ધર લાેકાે, નિવૃત કર્મચારીઓ, વિકલાંગ અને મૃતક લાેકાેના નામે બાેગસ જાેબકાર્ડ બનાવ્યા હતા. અને માેટાભાગના કામાે મજુરાેથી કરવાના બદલે હેવી મશીનરીથી કરાવી માેટી રકમ ચાંઉ કરી જવાઇ હતી. વર્ષ 2016/17મા પણ આ અંગેની તપાસમા ભીનુ સંકેલવામા આવ્યું હતુ. તેમણે માંગ ઉઠાવી છે કે સરકારી તંત્ર રાજકીય ઇશારે કામ કરે છે અને ઉપરથી આદેશ મળે ત્યારે સંડાેવાયેલા લાેકાેનુ નાક દબાવવા તપાસ ઉભી કરાઇ છે અને કામ પુર્ણ થઇ જાય ત્યારે તપાસને દબાવી દેવાઇ છે. પ્રમાણિક અધિકારી પાસે તપાસ કરાવી જવાબદારાે સામે પાેલીસ ફરિયાદ કરવા સુધીના પગલા લેવા તેમણે માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો