તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઇંગોરાળા ગામ નજીક ગાડી આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક ઘાયલ થતા સારવારમાં : ગાયનું ઘટના સ્થળે મોત

ખાંભાના ઇંગોરાળા પાસે રોડ પર જઈ રહેલી કાર આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ અકસ્માતમાં ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ખાંભાના ચલાલા હાઇવે પર બપોરના અરસામાં ઈંગોરાળા પાસે એક કાર જઇ રહી હતી. તેવા સમયે અચાનક જ એક ગાય કાર આડે આવી ચડી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનામાં ગાયનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઈંગોરાળા પાસે કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયાની જાણ લોકોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...