ખાંભા તાલુકાના નાના એવા રાયડી ગામમા રહેતા 80 વર્ષીય વૃધ્ધે આઠ હજાર વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણને લગતુ સેવાકીય કાર્ય કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે. ખાંભાના ખોબા જેવડા રાયડી ગામે ખેડૂત ખાતેદાર મોહનભાઈ ભાદાભાઇ ઠુંમર દ્વારા વૃક્ષોનો યજ્ઞ કરાતો હોય તેમ પોતાના રહેણાંક ફળિયામાં સ્વખર્ચે માટી લાવી સ્વખર્ચે પ્લાસ્ટિક થેલીમાં વૃક્ષોના બીજ વાવી વૃક્ષો ઉછેરી રાયડીની ગામમાં 25 વર્ષથી વૃક્ષો વાવી રાયડીની સીમ લીલી છમ બનાવી પર્યાવરણની અનોખી સેવાનો ભેખ લીધેલ 25 વર્ષ પહેલા વાવેલા વૃક્ષો આજે ઘટાટોપ વૃક્ષો બન્યા છે.
યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને શક્તિ ધરાવતા ભાદાભાઇ ઠુંમરે રાયડી ગામે ભાવરડી સરકડિયા કોદીયાની નદીઓના સર્જાતા ત્રિવેણી સંગમ, નદીઓના બંને કિનારે તેમજ રાયડીની સીમ સરકારી ખરાબો રાયડીની સરકારી શાળા ગામ સહિતમાં વૃક્ષો વાવી તેનું જતન કરે છે.
પોતાના નિવાસે સ્વખર્ચે પ્લાસ્ટિક કોથળીમાં માટી ભરી પોતાના હાથથી વૃક્ષોના બીજ વીણી લાવી સાફ કરી રોપા ઉછેરી પોતાના હાથે જ ગામની સીમમાં ખાડા ખોદી વૃક્ષો વાવીને સંતોષ ન માનતા ઠુંમર દ્વારા શિયાળા ઉનાળામાં પોતાના સનેડા ટ્રેકટરમાં પાણી ભરી રોજમદારને સ્વખર્ચે નાણા આપી વૃક્ષો ઉછેરવા પાણી પાયને વૃક્ષો મોટા કરતા ઠુંમર રાયડીમાં ત્રણ ટર્મથી ચુંટાતા સેવાભાવી એવા સરપંચ શાંતિભાઈ ઠુંમરના દાદા થાય છે.
પર્યાવરણ પ્રેમી ઠુંમર દ્વારા ઓક્સીજન આપતા વડલા-પીપળા-પીપરો-લીમડા-અહુત્રો-ખીજડો-બીલી સહિતના ફળાવ વૃક્ષો વાવતા આ વૃક્ષોમાં આવતા ફળો ખાવા પક્ષીઓ પણ ટોળે ટોળામાં આવતા પક્ષીઓને કલરવ ગામ આખામાં સંભાળતા વહેલી સવારના પક્ષીઓના કલરવથી ગામ પણ ગુંજી ઉઠે છે.
વૃદ્ધની પ્રેરણાથી ગ્રામજનો પણ વૃક્ષો ઉછેરવા લાગ્યા
મોહનભાઇ ઠુંમરની પર્યાવરણ પ્રત્યેની આ સેવાથી પ્રેરણા લઇ અહીના ગ્રામજનો પણ વૃક્ષો વાવી તેનુ જતન કરવા લાગ્યા છે. તસવીર- પૃથ્વી રાઠોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.