તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ગભરાટ:ખાંભાના નિંગાળામાં લોકો પાછળ દોટ મૂકતી સિંહ-સિંહણની જોડી, છેલ્લા આઠ દિવસથી આ સ્થિતિ હોવાથી દૂર ખસેડવા માગ

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડૂતો માલધારીઓ અને ખેતમજુરો સીમમાં જતા પણ ડરે છે: દૂર ખસેડવા માંગ

ખાંભા તાલુકાના નિંગાળાની સીમમા ઘોહ નામના રેવન્યુ વિસ્તારમા આઠ દિવસથી આ સાવજ બેલડીએ ધામા નાખ્યા છે. સિંહણ શાંત સ્વભાવની છે પરંતુ સાવજ કોઇ ખેતમજુર, ખેડૂત કે માલધારીને જુએ તો તુરંત પાછળ દોટ મુકે છે.

છેલ્લા આઠ દિવસથી આ સ્થિતિ હોવાના કારણે વાડી ખેતરોમા જરૂરી કામ હોવા છતા લોકો સીમમા જવાનુ ટાળી રહ્યાં છે. સ્થાનિક લોકો દ્વારા વનકર્મીઓ અને અધિકારીઓ સાથે ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કરાય છે પરંતુ કોઇ કર્મચારી કે અધિકારી ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી. સ્થાનિક રાઉન્ડ કર્મચારીને રજુઆત કરાયા બાદ એક અઠવાડીયા પછી તેઓ અહી આવ્યા હતા અને ખેડૂતો સાથે જીભાજોડી કરી તતડાવ્યા હતા. અહીના દેહુરભાઇ ભરવાડે જણાવ્યું હતુ કે હું મારી માલિકની ગાય ભેંસો લઇને આવતો હતો ત્યારે સિંહે મારી પાછળ દોટ મુકી હતી. મારા મોટાભાઇ ગોબરભાઇને આ ઘટનાની જાણ કરતા તેમણે વનતંત્રને જાણ કરવા પ્રયાસ કર્યો હતો પણ કોઇએ ફોન ઉપાડ્યો ન હતો.

મારે બીજા પણ કામ હોય છે તમારા માટે નવરો નથી : કર્મચારીનો ઉડાઉ જવાબ
નિંગાળાના માણસુરભાઇ વાઘે જણાવ્યું હતુ કે આ અંગે રાઉન્ડ કર્મચારી જનકારને તમે અહી આંટો મારતા રહો, પુનમ સિવાય કોઇ દિવસ ડોકાતા નથી તેમ કહ્યું ત્યારે તેણે ખેડૂતોને મારે તમને હાજરી પુરાવવાની નથી મારે સરપંચ કે તાલુકા પંચાયતની ચુંટણી લડવી નથી કે તમને જાણ કરવાની હોય મારે બીજા પણ કામ હોય છે. તમારા માટે હું નવરો નથી.

અન્ય સમાચારો પણ છે...