ચકચાર:ઊનાના એક શખ્સે નકલી ડોક્યુમેન્ટ રજૂ કરી સાવરકુંડલા હોસ્પિટલમાં વર્ષો સુધી નોકરી કરી

ખાંભા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીમાંથી બરતરફ કરાતા ચકચાર, વકીલની સમગ્ર પ્રકરણમાં ઉંડી તપાસની માંગ કરી
  • મોટા બારમણના વકિલની રજુઆત બાદ અમદાવાદ કચેરી દ્વારા નોકરીમાંથી બરતરફ કરાયો

ઉનાના એક શખ્સે નકલી ડોકયુમેન્ટ રજુ કરી સાવરકુંડલા, ગાંધીધામ વિગેરે હોસ્પિટલમા નોકરી મેળવી હોવાની મોટા બારમણના એક વકિલની રજુઆત બાદ તંત્ર દ્વારા આ કર્મચારીને ફરજમાથી બરતરફ કરવામા આવેલ છે.સરકાર સંચાલિત ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા ડાયાલીસીસ ટેકનીશ્યનની ભરતી કરવામા આવી હતી. જેમા ઉનાના બીપીન જાદવ નામના યુવાને નોકરી મેળવી લીધી હતી. અગાઉ તેણે કચ્છના ગાંધીધામમા નોકરી કરી હતી અને ત્યારબાદ સાવરકુંડલાની કે.કે.મહેતા હોસ્પિટલમા બદલી પણ કરાવી લીધી હતી.

આ યુવાન અહી વર્ષોથી નોકરી કરતેા હતો. દરમિયાન ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના કલ્પેશભાઇ દેવશીભાઇ વાઢેર નામના વકિલે એવી રજુઆત કરી હતી કે આ ટેકનીશ્યન આસિસ્ટન્ટે નકલી ડોકયુમેન્ટના આધારે નોકરી મેળવી છે. અને કિડની, હ્દયરોગ જેવા ગંભીર રોગના દર્દીઓ પર જોખમ છે.

વકિલે આ અંગે કે.કે.મહેતા હોસ્પિટલના અધિક્ષકથી લઇ મુખ્યમંત્રી સુધી આ બાબતે રજુઆત કરી હતી. જો કે આ કર્મચારી ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરનો હોય સમગ્ર મામલો તેના સુધી પહોંચાડાયો હતો. અને આ રીસર્ચ સેન્ટર દ્વારા બિપીન હરિભાઇ જાદવને તારીખ 11/7ના રોજ તેની નોકરીમાથી બરતરફ કરવામા આવતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...