ફરિયાદ:પશુઓની ગેરકાયદે હેરાફેરી કરનાર 2 શખ્સને 6 માસની કેદ

ખાંભા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષ પહેલા પશુઓની હેરાફેરીમાં 4 સામે ફરિયાદ નોંધાઇ"તી
  • અન્ય 2 આરોપીને 1 દિવસની સજા : દંડ પણ ફટકારાયો

સોળ વર્ષ પહેલા પશુઓની ગેરકાયદે હેરાફેરી કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધાયા બાદ આજે ખાંભા કોર્ટે બે શખ્સોને છ માસની કેદની સજા તેમજ અન્ય બે શખ્સોને એક દિવસની સજા અને દંડ ફટકાર્યો હતો.વર્ષ 2006મા પશુઓની હેરાફેરી કરનાર અમરેલીમા રહેતા જુનેદ હુસેન કાળવા, રફિક ઉર્ફે શેટી આદમ કાળવા, ડેડાણમા રહેતા રહિમ ઇસા અને સુલતાન દાઉદ નામના શખ્સો સામે ખાંભા પોલીસ મથકમા કલમ 279,114 મુજબ ગુનો નોંધાયો હતો.ગુનેગારો સજાથી બચવા માંગતા હોય તેમ કેસ લંબાવતા ગુનેગારો સામે ખાંભા કોર્ટે સખત વલણ અપનાવ્યું હતુ.

સરકારી વકિલ એચ.એમ.ત્રિવેદીની ધારદાર રજુઆતના પગલે જજ સી.વી.ભટ્ટ દ્વારા ચારેય આરોપીને કસુરવાન ઠેરવ્યા હતા. જેમા જુનેદ કાળવા અને રફિક કાળવાને છ માસની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે રહીમ ઇસા અને સુલતાન દાઉદને એક દિવસની સજા અને 50 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...