તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખાંભામાં 500 મીટર હાઇ- વે ઉબડખાબડ, ચાલકોને મુશ્કેલી

ખાંભાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેચવર્ક પણ ન કરાયંુ : ખાડામાં ગટરાેના પાણી પણ ભરાય છે

ખાંભામાથી પસાર થતાે હાઇવે 500 મીટર સુધી તદ્દન ભંગાર હાલતમા બની ગયાે છે. અહી પેચવર્ક પણ કરાયુ ન હાેય ઉબડખાબડ માર્ગને કારણે વાહન ચાલકાેને હાડમારી વેઠવી પડી રહી છે. અહી ખાડામા ગટરના અને વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે લાેકાે તાેબા પાેકારી ઉઠયાં છે.

અહીના ભગવતીપરા વિસ્તારમાંથી પસાર થતો હાઇવેમા થાેડા દિવસાે પહેલા પેચવર્ક કામ કરાયુ હતુ. પરંતુ જાણે 500 મીટર સુધીનુ કાેઇ કામ કરાયુ ન હાેય અા સ્થિતિ જાેવા મળી રહી છે. અવારનવાર ભૂગર્ભ ગટરના પાણી માર્ગાે પર પડેલા ખાડામા ભરાયેલા રહે છે. માર્ગમા કડ પડી જવાથી વાહન ચાલકાેને અકસ્માતનાે પણ ભય સતાવી રહ્યાે છે. અહી અાવેલ સર્વિસ સ્ટેશનનુ પાણી પણ માર્ગાે પર વહી રહ્યું છે. પાછલા ઘણા સમયથી વાહન ચાલકાે અા સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. ત્યારે તાકિદે માર્ગનુ સમારકામ કરવામા અાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...