માલધારીઓમા ચિંતા:ખાંભામાં ભેદી રોગચાળાથી 10 ઘેટા- બકરાના થયા મોત

ખાંભા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોઢામાં ચાંદા અને ચરવાનું બંધ થયા બાદ પશુનું મોત થાય છે

ખાંભા પંથકમા ઘેટા બકરામા ભેદી રોગચાળો જોવા મળી રહ્યો છે. અને અહીના માલધારીઓના 10 ઘેટા બકરાનુ આ બિમારીથી મોત થતા માલધારીઓમા ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમા ગૌવંશમા લમ્પી વાયરસથી ફેલાયેલા રોગચાળાએ હાહાકાર મચાવ્યો હતો અને મોટા પ્રમાણમા ગૌવંશના તેના કારણે મોત થયા હતા. ત્યાં હવે ખાંભા પંથકમા ઘેટા બકરામા અચાનક રોગચાળો જોવા મળ્યો છે. અહી માલધારીઓના ઘેટા બકરામા આ વિચિત્ર રોગચાળાના કારણે છેલ્લા ચાર દિવસમા 10 ઘેટા બકરાના મોત થયા છે.

અહીના માલધારી મુન્નાભાઇ માટીયાના ઘેટા બકરામા પણ આ રોગચાળો ફેલાયેલો છે. બિમારીમા સપડાયેલા પશુના આંખમા પીપડ અને બાદમા મોઢામા ચાંદા પડી જાય છે. ત્યારબાદ પશુ ચરવાનુ પણ બંધ કરી દે છે અને નાકમા શરદી જોવા મળે છે. ટુંકાગાળામા જ ઘેટા કે બકરાનુ મોત થઇ જાય છે. મરેલા ઘેટા બકરા જો સિંહ જેવા વન્યપ્રાણી ખાશે તો તેના પર પણ ખતરાની શંકા છે. પશુપાલન વિભાગ દ્વારા ઘેટા બકરામા ફેલાયેલા આ રોગચાળા અંગે પશુ માલિકોને યોગ્ય માર્ગદર્શન આપવામા આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...