ધરપકડ:મારણ કરી રહેલા સિંહ પાછળ JCB દોડાવનાર ત્રણ શખ્સો ઝડપાયા

જાફરાબાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણસાપુરનો વિડીયો થયો હતો વાયરલ : ત્રણેય જેલ હવાલે
  • વન્ય પ્રાણીઓની પજવણી કરવી ત્રણ શખ્સોને ભારે પડી ગઇ

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે એક વાડીમા મારણ કરી રહેલા સિંહ પાછળ જેસીબી દોડાવાયુ હોવાનો વિડીયો વાયરલ થયા બાદ વનવિભાગે તપાસ કરી આ બારામા ત્રણ શખ્સોને ઝડપી લઇ જેલમા ધકેલી દીધા છે.

સાવજોને વાઇલ્ડ લાઇફ એકટ હેઠળ શેડયુલ-1નુ પ્રાણી ગણવામા આવ્યું છે. તેની પજવણી કરવી તે પણ ગંભીર અપરાધ છે. થોડા દિવસ પહેલા એક વાડીમા સિંહ મારણ કરી રહ્યો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેની પાછળ જેસીબી દોડાવ્યું હતુ. એટલુ જ નહી જેસીબી દોડાવનાર શખ્સોએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો.

વનવિભાગે આ કૃત્ય કરનાર ઉના તાલુકાના વરસીંગપુર ગામના મનોજ જોધાભાઇ વંશ (ઉ.વ.30) તથા ઉતરપ્રદેશના શુભમ ભગેલુ પ્રજાપતિ (ઉ.વ.18) અને આસામના રાના માનીકા કાલિતા (ઉ.વ.30)ની ધરપકડ કરી છે. આ શખ્સો સામે વનવિભાગ દ્વારા ગુનો નોંધવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...