મેઘમહેર:જાફરાબાદ તાલુકાના ટીંબીમાં ત્રણ ઇંચ વરસાદ

જાફરાબાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના છેવાડાના ટીંબી ગામમાં આજે અનરાધાર ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જેના પગલે અહીની રૂપેણ નદીમાં ભારે પુર આવ્યું હતું. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ટીંબી માણસા રોડ બંધ થઈ ગયો હતો. પીએસઆઇ ભગીરથસિંહ વાળાએ રોડ પર સતત પેટ્રોલિંગ રાખ્યું હતું. ભારે વરસાદને પગલે અહીં પાકોને નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...