તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડિયાપટ્ટી:બાકી રહેલા પિડીતાે સહાય મળશે તેવી આશાથી મામલતદાર કચેરીમાં ઉમટ્યા

જાફરાબાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ એકઠા થઇ રોષ ઠાલવ્યો હતો. - Divya Bhaskar
ખેડૂતોએ એકઠા થઇ રોષ ઠાલવ્યો હતો.

જાફરાબાદ તાલુકાના વાવાઝાેડાગ્રસ્ત વિસ્તારના અનેક લાેકાે સરકારની કેશડાેલ્સ અને અન્ય સહાયથી વંચિત છે. અને હવે અા સહાય બાકી રહી ગયેલા લાેકાેને મળશે તેવી વાત ફેલાતા અહીની મામલતદાર કચેરીમા લાેકાેના ટાેળેટાેળા ઉમટયા હતા.

વાવાઝાેડાઅે અા વિસ્તારના લાેકાેની કસાેટી કરી લીધી છે. પરંતુ વહિવટી તંત્રઅે તાે સહાય અને સર્વેમા મનમાની કરી લાેકાેની ક્રુર કસાેટી કરી છે. અસરગ્રસ્ત વિસ્તારાેમા રાેકડ સહાય ચુકવણીમા મનમાની થઇ છે. અાવી જ રીતે મકાન અને અન્ય નુકશાની તથા ખેતીવાડી સર્વેમા પણ ભારે પાેલમપાેલ જાેવા મળી છે. હવે સરકાર દ્વારા બાકી રહી ગયેલા લાેકાેને કેશડાેલ્સ અને અન્ય સહાય ચુકવવા માટે ગતિવિધી હાથ ધરાઇ છે તેવા અહેવાલ મળતા જાફરાબાદમા મામલતદાર કચેરીઅે લાેકાેના ટાેળેટાેળા ઉમટી પડયા હતા. જરૂરીયાતમંદ અને પિડીત લાેકાેઅે પાેતાને સહાય મળશે તેવી અાશાઅે અહી પુછપરછનાે મારાે ચલાવ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...