માંગણી:જાફરાબાદમાં જુનો જર્જરિત‎ પુલ બંધ કરી દેવા લોકોની માંગણી

જાફરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો અને વાહન ચાલકો નવા પુલનો ઉપયોગ કરતા નથી‎
  • હજુ લોકો જુના પુલનો‎ ઉપયોગ કરતા હોય ગમે ત્યારે ગંભીર અકસ્માત‎ થવાની સંભાવના રહેલી છે

જાફરાબાદ શહેરમાં જર્જરિત પુલ ‎ ‎પરથી હજુ પણ લોકો પસાર થતા‎ હોય અકસ્માતની સંભાવના વધી‎ છે. અહીંના લોકો નવા પુલનો‎ ઉપયોગ કરતા ન હોય આ‎ જર્જરીત પુલ બંધ કરી દેવામાં‎ આવે તેવી માંગ ઉઠી છે.‎ જર્જરિત પુલ અંગે અગાઉ ‎કનૈયાલાલ સોલંકી તત્કાલીન ‎ ‎ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને‎ રજૂઆત કરી હતી જેને પગલે‎ અહીં નવા પુલનું નિર્માણ‎ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ‎ અહીંના લોકો જુના પુલ નો‎ ઉપયોગ કરતા હોય અકસ્માત‎ થવાની સંભાવના જોવા મળી રહી‎‎ છે.‎

આ જર્જરીત પુલ પરથી પીપળી‎ કાંઠા સહિતના વિસ્તારોના લોકો‎ પગપાળા ચાલે છે. આ ઉપરાંત‎ નાના વાહન ચાલકો પણ અહીંથી‎ જ પસાર થાય છે નવા પુલનો‎ ઉપયોગ આ વિસ્તારના લોકો‎ ‎ કરતા ન હોય કોઈ મોટી દુર્ઘટના‎ સર્જાય તે પહેલા આ પુલ બંધ કરી‎ દેવામાં આવે અને નવા પુલ પરથી‎ જ લોકો પસાર થાય તેવી‎ કાર્યવાહી કરવામાં આવે તેવી‎ માંગણી કરવામાં આવી હતી.‎

અન્ય સમાચારો પણ છે...