હેલિકોપ્ટરની રેસ્કયુ કરાયું:જાફરાબાદની ધનપ્રસાદ બોટનું એન્કર ઉડીને વાગતા મધદરીયે ખલાસી ઘાયલ

જાફરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપાવાવ અને પોરબંદર કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ કર્યું

જાફરાબાદના દરિયામા હજુ બે દિવસ પહેલા માછીમારી કરવા ગયેલા એક ખલાસીને ગંભીર ઇજા પહોંચતા સારવારના અભાવે મોત નિપજયાની ઘટના બની હતી ત્યારે આજે જાફરાબાદની ધનપ્રસાદ નામની બોટમા માછીમારી કરવા ગયેલા એક ખલાસી ઘાયલ થતા પીપાવાવ અને પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ કર્યુ હતુ.

બે દિવસ પહેલા જાફરાબાદના દરિયામાં પરશોતમભાઇ બારૈયાની બોટ માઢવાડ કૃપા નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા જગદીશભાઇ મંગાભાઇ બારૈયાનું મોત નિપજયુ હતુ.ખરેખર તો ગૈભીર ઇજાગ્રસ્ત ખલાસીને સમયસર સારવાર મળી હોત ખલાસની જીંદગી બચી જાત. ખલાસી ઘાયલ થયાની આ ઘટના જાફરાબાદથી 50 નોટીકલ માઇલ દરિયામા બની હતી.

જાફરાબાદના હમીરભાઇ મુળજીભાઇ શિયાળની માલિકીની ધનપ્રસાદ નામની બોટમા આઠ ખલાસી માછીમારી માટે દરિયામા ગયા હતા. દરિયામા બોટનુ એન્કર ઉડીને લાલજીભાઇ સોમાભાઇ શિયાળ નામના ખલાસીને વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે વાયરલેસ મારફત જાફરાબાદ બોટ એસો.ને જાણ કરાતા આગેવાનો દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઇ હતી.

પીપાવાવ કોસ્ટગાર્ડ અને પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર અને શીપની મદદથી બોટની શોધખોળ કરી ખલાસીને શીપમા બેસાડી પીપાવાવ જેટીએ લાવવાની કાર્યવાહી કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દરિયામા અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે ત્યારે અહી દરિયાઇ 108 એમ્બ્યુલન્સ ફાળવવા પણ આગેવાનોએ માંગ કરી છે. જાફરાબાદના દરિયામા વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યાં છે ત્યારે ધારાસભ્ય તેમજ ખારવા સમાજના આગેવાનો દ્વારા અહી દરિયાઇ 108 એમ્બ્યુલન્સ ફાળવવા પણ

તો...ગંભીર રીતે ઘાયલ ખલાસીની જીંદગી બચી જાત
ગત તા.18 ને બુધવારે જાફરાબાદના દરિયામાં પરશોતમભાઇ બારૈયાની બોટ માઢવાડ કૃપા નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા જગદીશભાઇ મંગાભાઇ બારૈયાને માથામાં વાગી જતા ગંભીર હાલતમાં હતો ત્યારે સમયસર સારવાર ન મળતા આ યુવાનનું મોત નિપજયુ હતુ.ખરેખર તો ગંભીર ઇજાગ્રસ્ત ખલાસીને સમયસર સારવાર મળી હોત ખલાસની જીંદગી બચી જાત.સરકારમાં છેલ્લા ઘણા સમયથી રજુઆત કરવામાં આવે છે જાફરાબાદ બંદરે દરિયાઇ 108 ની સુવિધા આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...