તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આગામી ત્રણ દિવસમાં વિજ તંત્ર 100 ટકા વિજ પુરવઠો કાર્યરત કરશે

ટીંબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદના ટીંબીમાં વિજ સમારકામની 70 ટકા કામગીરી પૂર્ણ

જાફરાબાદના ટીંબીમાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો ઠપ્પ થયો હતો. પીજીવીસીએલે ટીંબીમાં વીજ સમારકામની 70 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. તેમજ આગામી ત્રણ દિવસમાં ગામમાં 100 ટકા વીજ પુરવઠો કાર્યરત કરવાની વીજ તંત્રએ ખાતરી આપી હતી. વાવાઝોડાએ જાફરાબાદ તાલુકામાં સૌથી વધારે તબાહી મચાવી હતી.

ભારે પવનના કારણે જાફરાબાદના ટીંબીમાં મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાય થયા હતા. જેના કારણે ગામમાં અંધારપટ છવાયો હતો. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વાવાઝોડા બાદ ટીંબીમાં લાઈટ ન હોવાથી બેંક બંધ થઈ હતી. અને લોકોના કામકાજ અટકી પડ્યા હતા.

જાફરાબાદ વીજ વિભાગના કે.કે. સોલંકી, સોનીગરાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની ટીમે ટીંબીમાં 70 ટકા વીજ સમારકામની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અને આગામી ત્રણ દિવસમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો કાર્યરત કરવાની વીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખાતરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...