માંગ:જાફરાબાદમાં જુનો જર્જરિત પુલ બંધ કરી દેવા માંગ કરાઇ

જાફરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો અને વાહન ચાલકો નવા પુલનો ઉપયોગ કરતા નથી

જાફરાબાદ શહેરમાં જર્જરિત પુલ પરથી હજુ પણ લોકો પસાર થતા હોય અકસ્માતની સંભાવના વધી છે. અહીંના લોકો નવા પુલનો ઉપયોગ કરતા ન હોય આ જર્જરીત પુલ બંધ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જર્જરિત પુલ અંગે અગાઉ કનૈયાલાલ સોલંકી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરી હતી જેને પગલે અહીં નવા પુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ અહીંના લોકો જુના પુલ નો ઉપયોગ કરતા હોય અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે.

આ જર્જરીત પુલ પરથી પીપળી કાંઠા સહિતના વિસ્તારોના લોકો પગપાળા ચાલે છે. આ ઉપરાંત નાના વાહન ચાલકો પણ અહીંથી જ પસાર થાય છે નવા પુલનો ઉપયોગ આ વિસ્તારના લોકો કરતા ન હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલ બંધ કરી દેવામાં આવે અને નવા પુલ પરથી જ લોકો પસાર થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...