તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રી- સર્વેની માગણી:વઢેરા ગામના અસરગ્રસ્તો વાવાઝોડાની સહાયથી વંચિત

જાફરાબાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. - Divya Bhaskar
ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું.

જાફરાબાદ તાલુકાના વઢેરામાં વાવાઝોડાના અસરગ્રસ્તો સહાયથી વંચિત છે. ઉપ સરપંચની આગેવાનીમાં આજે ગ્રામજનોએ મામલતદાર કચેરી એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં બાકી રહેલા લોકોને સહાય નહીં મળે તો ઉપસરપંચે પદ પરથી રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

વઢેરા ગામના ઉપસરપંચ લખમણભાઇ બાંભણિયાએ જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન સમગ્ર ગામમાં ખાના-ખરાબી સર્જાઇ હતી. 51 દિવસ વિતવા છતાં પણ પીડિતો સહાયથી વંચિત છે. તંત્રએ લાગવગ ધરાવતા લોકોને સહાય આપી છે. પરંતુ ખરા અર્થમાં ગરીબ પરિવારોને કુટી કોડી પણ આપી નથી. લોકો આમ થી તેમ ભટકી રહ્યા છે. પણ તંત્ર નિંભર બન્યું છે.

વઢેરામાં સ્થાનિક તંત્રની ટીમ મકાન અને ખેતીવાડી નુકશાની અંગે સર્વે કરવા જ પહોંચી નથી. ત્યારે ગ્રામજનોએ નુકશાનીનો રી- સર્વે કરી બાકી રહેલા પીડિતોને સહાય આપવા માટે મામલતદાર સમક્ષ માંગણી કરી હતી. તેમજ આગામી દિવસોમાં સહાયથી વંચિત લોકોને સહાય નહીં મળે તો ઉપસરપંચે રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...