નવાબંદર ખાતે આજરોજ અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખના અધ્યક્ષસ્થાને એક બેઠકનુ આયોજન કરાયુ હતુ. ચારેક માસ પહેલા દરિયામા માછીમારો વચ્ચે ઝઘડો થયાે હતાે અને સામસામી પોલીસ ફરિયાદ નાેંધાવાઇ હતી. જેના સમાધાનના ભાગરૂપે અા બેઠક મળી હતી. આગેવાનાે દ્વારા બંને પક્ષ વચ્ચે સમજાવટ કરી સુખદ સમાધાન કરાવાયુ હતુ. જેને પગલે માછીમારોમા ખુશી જાેવા મળી હતી.
અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઇ કુહાડાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. ચારેક માસ પહેલા દરિયામા માછીમારો વચ્ચે કમનશીબે ઝઘડો થયાે હતાે. બંને પક્ષ દ્વારા સામસામી પાેલીસ ફરિયાદ પણ કરાઇ હતી. અહી બેઠકમા આગેવાનોએ બંને પક્ષને હાજર રાખી સમજાવટ કરી હતી. બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવાયુ હતુ. દરિયામા અવારનવાર માછીમારો વચ્ચે ઝઘડાના બનાવાે બનતા હાેય છે. ત્યારે આગેવાનાે દ્વારા માછીમારોને સમજાવટ કરી આ પ્રકારના ઝઘડા ન કરવા પણ અનુરોધ કરાયાે હતાે.
બેઠકમા ભગુભાઇ સાેલંકી, કનૈયાલાલ સાેલંકી, દિનેશભાઇ ટંડેલ, સુનીલભાઇ ગાેહેલ, વસંતભાઇ ટંડેલ, શૈલેષભાઇ, હરીભાઇ, પરશાેતમભાઇ, મુકેશભાઇ, કાનાભાઇ, વિજયભાઇ સાેલંકી, અશાેકભાઇ, ધર્મેશભાઇ, નરેશભાઇ, ઇનુસભાઇ, બીપીનભાઇ, ડાયાભાઇ વિગેરે આગેવાનાે પણ હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.