તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:હોળી ધુળેટી પહેલાં જાફરાબાદમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ; નાની નાની બાબતોમાં ઝઘડા માં ન પડવા લોકોને પોલીસની અપીલ

જાફરાબાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગામના તમામ જ્ઞાતિના આગેવાનો, અગ્રણીઓ વગેરેની હાજરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવી હતી. હાલમાં વર્તમાન સમયમાં નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય છે. અને તેને મોટું સ્વરૂપ આપી દેવાતું હોય છે. આથી સમાજમાં એક અશાંતિનો માહોલ ઊભો થાય છે. જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. અને આવા નાના-નાના બનાવોમાં સમાજના નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાતો હોય છે. જેથી આવી ઘટના અટકવી જોઈએ તેવી અપીલ પીઆઇ શર્માએ કરી હતી.

આવા બનાવો ન બને તે માટે દરેક સમાજના આગેવાનોની મીટીંગ કરવામાં આવી હતી. હાલમાં સંજોગોમાં હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો હોય તે તહેવારને આ બાબત ધ્યાનમા રહીને ઉજવવામાં આવે અને શહેરમાં શાંતિનું વાતાવરણ મળી રહે તે માટે દરેક પોલીસને પૂર્ણ સહકાર આપવામાં આવે તેવી અપીલ કરાઈ હતી. આ મીટીંગમાં જાફરાબાદ કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજ , નેસડી જમાત અને તુર્કી જમાતના આગેવાનો ઉપસ્થિત રહીને પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો