જાફરાબાદમા ભુતકાળમા હોળી ધુળેટીના પર્વ પર અથડામણની ઘટનાઓ બની હતી અને દર વર્ષે અહી સઘન બંદોબસ્ત ગોઠવવો પડે છે તેની વચ્ચે આજે ધુળેટી પુર્વે શાંતી સમિતિની બેઠક યોજવામા આવી હતી.
જિલ્લા પોલીસવડાની સુચનાથી સાવરકુંડલાના ડીવાયએસપી હરેશ વોરા, મરીન પીઆઇ પી.વી.પટેલ, જાફરાબાદ ટાઉન પીઆઇ દેસાઇની ઉપસ્થિતિમા બંદર ચોક ખાતે આ શાંતી સમિતિની બેઠક યોજવામા આવી હતી. જેમા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમા કોળી સમાજના આગેવાનો, ખારવા સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ વિગેરે મોટી સંખ્યામા હાજરી આપી હતી.
અહી ભુતકાળમા બનેલી અથડામણોની ઘટનાને ધ્યાને લઇ પોલીસ અધિકારીઓએ આવનારા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શાંતીથી ઉજવાઇ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે જોવા લોકોને તાકિદ કરવામા આવી હતી તસવીર- ફિરોજ પઠાણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.