નિયમના ધજાગરા:ધારીમાં કોરોના નિયમનો ઉલાળીયો કરનાર સામે કાર્યવાહી ક્યારે કરાશે?

ધારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કોરોનાના કેસ નોંધાવા છતાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમના ધજાગરા

ધારીમાં કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. છતાં પણ બજારોમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોરોનાની આફત વચ્ચે ધારીમાં નિયમો ક્યારે પાલન થશે ? બજારોમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમના લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે તંત્ર ક્યારે એક્શનમાં આવશે ?ધારી વહિવટી તંત્ર કોરોના નિયમનું પાલન કરાવવામાં વામળુ સાબીત થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા. છતાં પણ લોકો બજારમાં બેખોફ થઈ ફરી રહ્યા છે. મુખ્ય બજારો હોય કે પછી સોસાયટીઓ જ્યા જુઓ ત્યારે લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળે છે.

અહી જાણે લોકો કોરોનાની બીજી લહેરને ભુલી ગયા છે. તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. પણ હવે અમરેલી જિલ્લાની સાથે સાથે ગીર પંથકમાં પણ કોરોનાનો પગ પેશારો થઈ ગયો છે. ધારીમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન થવું જરૂરી છે. અન્યથા ગીર વિસ્તારને પણ કોરોનાનો સુપરપ્રેડર બનવામાં વાર નહી લાગે. પણ ધારીમાં હજુ તંત્ર કોરોના નિયમનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે હવે ધારીમાં વહિવટી તંત્ર ક્યારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવશે. તેના પર સવાલ ઉઠી રહ્યા છે. તસવીર - અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...