કામગીરી:સાવરકુંડલાના ગોરડકામાં બે સાવજ પાંજરે પુરાયા

ધારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે બાળકીને ફાડી ખાનારા સિંહ છે કે કેમ તેની ચકાસણી કરાશે, પાંજરા યથાવત

સાવરકુંડલા તાલુકાના ગાેરડકા ગામની સીમમા ગઇરાત્રે અેક સાવજે અાઠ વર્ષીય બાળકીને ફાડી ખાધા બાદ વનતંત્રઅે માનવભક્ષી સાવજને પકડવા પાંજરા ગાેઠવ્યા હતા. જેમા બે સાવજાે સપડાયા હતા. જાે કે અા સાવજાે બાળકીને ફાડી ખાધી હતી તે સાવજાે છે કે કેમ તે સ્પષ્ટ થયુ ન હતુ.ગીરપુર્વના ડીઅેફઅાે અંશુમન શર્મા તથા સ્થાનિક અારઅેફઅાે કપીલ ભાટીયા દ્વારા અા વિસ્તારમા માનવભક્ષી સાવજને પકડવા ચાર પાંજરા ગાેઠવવામા અાવ્યા હતા.

ગાેરડકાની સીમમા ગઇરાત્રે અઢી વાગ્યાના સુમારે બે સાવજાે પાંજરે સપડાઇ ગયા હતા. જે વાડીમા બાળકીને ફાડી ખાધી હતી તેની બાજુમા જ અા બે સાવજાે પાંજરે સપડાયા હતા. અામ તાે ઘટના જે સ્થળે બની તે વિસ્તાર 20 જેટલા સાવજાેને ટેરેટરી છે. અેક જ ગૃપના અા સાવજાે બે પાંચના જુથમા ફરતા રહે છે. અા સાવજાેને જસાધાર અેનીમલ કેર સેન્ટરમા માેકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...