મેઘમહેર:વડિયામાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ, ધારી અને કુંડલામાં અડધો ઇંચ વરસાદ; અન્યત્ર મેઘવિરામ

ધારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા શ્રાવણ માસમા મેઘરાજા મહેરબાન થયા છે. આજે વડીયામા બપોરબાદ આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામા અહી દોઢ કલાકમા અઢી ઇંચ વરસાદ ખાબકી જતા વાડી ખેતરો અને બજારમા પાણી દોડવા લાગ્યા હતા. તો ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમા અડધાથી લઇ પોણો ઇંચ સુધીની મેઘમહેર થઇ હતી. પાછલા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે આજે વડીયામા બપોરબાદ મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા. અહી દોઢ કલાકમા અઢી ઇંચ વરસાદ પડી જતા પાણી પાણીની સ્થિતિ સર્જાઇ હતી.

એકાએક વરસાદ ખાબકતા લોકો પણ પોતાની ચિજવસ્તુઓ થાળે પાડવા દોડાદોડી કરી મુકી હતી. એક સપ્તાહથી વરાપ નીકળ્યો હોય ખેડૂતો વાડી ખેતરોમા નિંદામનુ કામ પુર્ણ કરી લીધુ હતુ. અહી દોઢ કલાક સુધી ધોધમાર વરસાદ પડી જતા બજારોમા પાણી વહેતા થયા હતા. અહી એક તરફ ગ્રામ પંચાયત દ્વારા મોરમના ઢગલા શેરીઓમા કરવામા આવ્યા હોય પાણીનો નિકાલ બંધ થતા શેરીઓમા પાણી ભરાયા હતા. જો કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમા કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.

આવી જ રીતે ધારીમા પણ આજે બપોર સુધી વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. બાદમા આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા અને જોતજોતામા અહી અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત અહીના ગોવિંદપુર સહિત ગામોમા અડધાથી લઇ પોણો ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં હતા.

મોલાત પર કાચુ ંસોનું વરસતા ધરતીપુત્રો રાજી
પાછલા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જેને પગલે ખેડૂતો પણ વાડી ખેતરોમા નિંદામણની કામગીરીમા વ્યસ્ત બન્યાં હતા. જો કે ફરી મેઘરાજાએ મહેર કરતા જાણે કાચુ સોનુ વરસ્યુ હોય ધરતીપુત્રો રાજી રાજી થયા હતા. તસવીર-જીતેશગીરી ગોસાઇ

​​​​​​​સાવરકુંડલામાં અડધો ઇંચ
તો બીજી તરફ સાવરકુંડલામા બપોરના સુમારે આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા. અહી અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. તંત્રના ચોપડે અહી 13મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...