ધારીમા નવી વસાહતમા બે બંધ રહેણાંકમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરો અહીથી છ હજારની મતા ચોરી કરીને લઇ જતા આ બારામા ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.અહી રહેતા મનનભાઇ કિશોરભાઇ દવે (ઉ.વ.31) નામના યુવકે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ રાજુલામા ફાયનાન્સ કંપનીમા નોકરી કરે છે.
\તેઓ તેમના માતા રેખાબેન સાથે મકાન બંધ કરી રાજુલા ગયા હતા. તારીખ 12ના રોજ તેમના ઘરના તાળા તુટયા હોવાની જાણ થતા તેઓ ધારી દોડી આવ્યા હતા. તસ્કરો તેમના મકાનના તાળા તેાડી અંદર પ્રવેશી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે તેમના ઘરમાથી કશું ચોરાયુ ન હતુ.
આ ઉપરાંત તેમના પાડોશમા રહેતા જગદીશભાઇ કરશનભાઇ સંઘાણીનુ મકાન પણ પાછલા ઘણા સમયથી બંધ હોય અને તેઓ રાજકોટ રહેતા હોય તસ્કરોએ તેમના મકાનને પણ નિશાન બનાવ્યું હતુ. તસ્કરો અહીથી છ હજારની મતાની ચોરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ એન.બી.ભટ્ટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.