ચલાલા નજીક આવેલા કમી ગામની સીમમા ત્રણ શખ્સોએ પાણીમા યુરીયા ભેળવી દીધા બાદ આ પાણી પીવાથી અગાઉ નવ નિલગાયના મોત થયા બાદ આ ઘટનામા વધુ ત્રણ નિલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. નિલગાય શેડયુલ-3 હેઠળ આવતુ પ્રાણી છે. ગીરપુર્વની સરસીયા રેંજ નીચે ચલાલા રેવન્યુ બીટ વિસ્તારમા કમી ગામની સીમમાથી બે દિવસ પહેલા નવ નિલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. વનતંત્રની પ્રાથમિક તપાસમા કમી ગામના રોહિત જયંતીભાઇ હિરપરા, હસમુખ નનુભાઇ હિરપરા અને જયેશ કાળુ માંગરોળીયા નામના શખ્સોએ પાઇપ લાઇનમાથી લીકેજ થયેલા પાણીમા યુરીયા ભેળવ્યુ હોવાનુ ખુલ્યુ હતુ.
જેથી તેમની ધરપકડ કરાઇ હતી. આ ઘટનામા નવ નિલગાયના મોત થયા બાદ વનતંત્રની તપાસમા આજે વધુ ત્રણ નિલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. આમ યુરીયા યુકત પાણી પીવાથી કુલ 12 નિલગાયના મોત થયા હતા. બીજી તરફ નિલગાયના મોતના મામલે ઝડપાયેલા ત્રણેય શખ્સોને અદાલતમા રજુ કરવામા આવતા અદાલતે તેમને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આમ, આ બનાવથી લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.