તજવીજ:જંગલની વીડીમાંથી વૃદ્ધની ગળેફાંસો ખાધેલી લાશ મળી

ધારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વૃદ્ધની લાશને કબજે લઇ પીએમ માટે ખસેડી
  • વૃદ્ધના પરિવારજનોને શોધવા તજવીજ હાથ ધરી

ધારીમા જંગલની વીડીમા એક વૃધ્ધની ગળાફાંસો ખાધેલી હાલતમા લાશ પડી હોવાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ હતી અને અજાણ્યા વૃધ્ધની લાશ કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. વૃધ્ધની ગળાફાંસો ખાધેલી હાલતમા લાશ મળી આવ્યાની આ ઘટના ધારીમા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના પાઇલોટ વિસ્તારમા જંગલ વીડીમા એક ઝાડની ડાળીએ વૃધ્ધની ગળાફાંસો ખાધેલી હાલતમા લાશ લટકતી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.પોલીસે 60 વર્ષીય વૃધ્ધની લાશને કબજે લઇ પીએમ માટે દવાખાને ખસેડી હતી. બાદમા અજાણ્યા વૃધ્ધના પરિજનોની શોધખોળ આદરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ ડી.સી.સાકરીયા ચલાવી રહ્યાં છે. આમ, આ બનાવને પગલે અનેક ચર્ચાઓ જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...