તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધારીમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, ગ્રામ પંચાયત પાસે જેટીંગ મશીન નથી

ધારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજરંગ ગૃપ અને ગ્રામ પંચાયતની ધારાસભ્યને રજૂઆત

ધારીમાં જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર ઉભરાવાથી લોકો પરેશાન બન્યા છે. પણ ગ્રામ પંચાયત પાસે ગટરની સફાઇ માટે જેટીંગ મશીન નથી. જેના કારણે ચલાલા નગરપાલિકા પાસેથી જેટીંગ મશીનની મદદ લેવી પડે છે. ધારીમાં જેટીંગ મશીન અને ફાયર ફાયટર ફાળવવા માટે બજરંગ ગૃપ અને ગ્રામ પંચાયતે ધારાસભ્યને રજૂઆત કરી હતી.

ધારી બજરંગ ગૃપ અને ગ્રામપંચાયતે ધારાસભ્ય જે.વી કાકડિયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગામમાં ભૂગર્ભ ગટર હોવાથી દરેક વિસ્તારમાં ગટર જામ થઈ જવાના બનાવો વધ્યા છે. જેના કારણે ગટરના પાણી માર્ગો અને લોકોના ઘરમાં પ્રવેશ કરે છે. પણ ભૂગર્ભ ગટરની સફાઇ માટે ગ્રામ પંચાયત પાસે જેટીંગ મશીન નથી. ધારીમાં ચલાલા નગરપાલિકાના પાસેથી જેટીંગ મશીન મંગાવી કામ ચલાવવામાં આવે છે. તેમજ ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટર પણ નથી. જેના કારણે આગની ઘટના સમયે અન્ય શહેરોમાંથી ફાયર ફાઈટરની મદદ લેવી પડે છે. ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયાને લોકોએ રજૂઆત કરતાં તેમણે ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ધ્યાન દોર્યું હતું. ધારીમાં ફાયર ફાઇટરની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને આગામી દિવસોમાં ધારી ગ્રામ પંચાયતને નવું ફાયર ફાઇટર ફાળવવાની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...