તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ધારીના પાણીયામાં બાળક પર હુમલો કરનાર દીપડાને વનવિભાગે પાંજરે પૂર્યો

ધારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરે દિપડો પાંજરે પુરાયો હતો - Divya Bhaskar
આખરે દિપડો પાંજરે પુરાયો હતો
  • વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો : ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં બાળક પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો. ખુંખાર દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોને ભયમાંથી મુક્તી મળી હતી. ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં થોડા દિવસ પહેલા પાણીયા અને કોટડા ગામની વચ્ચે એક વાડીમાં ખેતમજુરી કરતા પરિવારના ચાર વર્ષીય રાજવીર સુનીલભાઈ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેના પગલે બાળકને પ્રથમ ધારી અને બાદમાં અમરેલી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાળક પર દીપડાની હુમલાની ઘટની જાણ થતા વન વિભાગના આરએફઓ આર.એમ.સીડા અને સ્ટાફ દ્વારા પાણીયા ગામે દીપડાને પકડવા માટે બે પાંજરા મુક્યા હતા.

જે બાદ ખુંખાર દીપડો પાણીયા ગામની સીમમાં લટાર મારતો હતો. પણ આજે વહેલી સવારે વન વિભાગને બાળક પર હુમલો કરનાર દીપડાને પકડવામાં સફળતા મળી હતી. વન વિભાગે અહી પાંજરે સપડાયેલા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. આખરે ખુંખાર બનેલો દીપડો વન વિભાગના હાથે લાગી જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...