આક્રોશ:ધારી માર્કેટીંગ યાર્ડના કર્મીઓનો 14 માસથી પગાર ચૂકવાયો નથી

ધારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓમાં સત્તાધીશો સામે આક્રોશ
  • ચેરમેનની ચેમ્બરમાં પ્રવેશવા માટે કર્મચારી પર પ્રતિબંધ

ધારી માર્કેટીંગ યાર્ડમાં કર્મચારીઓનો 14 મહિનાથી પગાર ચુકવાયો નથી. અહી કર્મચારીઓ રજૂઆત માટે ન પહોંચે તે માટે ચેરમેનની ચેમ્બરમાં પણ પ્રવેશવા દેતા નથી. જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ધારી માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓનો પગાર 14 માસથી થયો નથી. યાર્ડમાં છેલ્લા બે માસથી ખેત જણસની હરાજી શરૂ છે. જેની શેષ પેટેની આવક પણ શરૂ છે. ઉપરાંત યાર્ડમાં વર્ષ દરમિયાન શાકભાજીની હરાજી શરૂ રહે છે. યાર્ડ પાસે પુરતું ભડોળ પણ છે. તેમ છતાં કર્મચારીઓને પગાર અપાતો નથી. જેના કારણે કર્મચારી પોતોના પરિવારનું ગુજરાન ચલાવી શકતા નથી. વારંવાર રજૂઆતનો પ્રયત્ન કરવા છતાં રજુઆત કોઈ સાંભળવા તૈયાર નથી.

કર્મચારીઓને ચેરમેનની ઓફિસ અને મીટીંગમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો જાણે કર્મચારીઓનો પગાર ચુકવવા માંગતા જ નથી. ઉપરાંત કર્મચારીઓને બરતરફ કરવાની ચિમકીઓ આપે છે.

અન્ય સમાચારો પણ છે...