દુર્ઘટના:ધારીમાં કોઝવેના પાણીમાં તણાયેલા વૃદ્ધ ખેડૂતનું મોત

ધારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરિપરાના રામબાગ પાસેની ઘટના : ગઈ સાંજથી ગુમ હતા
  • કોઝવે પાસેથી બાઈક મળ્યા બાદ લાશ પણ મળી

ધારી હરિપરાના ગેઈટ નંબર 1 પાસે રહેતા રાજગોર બ્રાહ્મણ ખેડૂત દુર્ગાશંકરભાઈ ફુલશંકરભાઈ જોશી (  ઉ.વ. ૬૦ ) હરિપરાની સીમમાં આવેલ રામબાગ પાસેની પોતાની વાડીએથી સમી સાંજે ઘરે પરત ન ફરતાં ચિંતીત ઘરવાળાઓએ તેમની શોધ ખોળ આદરી હતી અને કયાંય પણ પતો ન લાગેલ. ત્યાર બાદ નદીના પાણીમાં કદાચ તણાયા હોવાની શંકા જતા શોધ ખોળ આદરેલ અને દુર્ગાશંકરભાઈનું બાઈક નદી પરના કોઝવે પાસેથી મળી આવેલ જેને લઈ તેઓ ગાંધીબ્રીજવાળી નદીના પુરમાં તણાય ગયાની શંકા ગઈ હતી. ધારી પોલીસ , ધારીના તરવૈયા તેમજ બગસરાની ફાયર ફાયટર તેમજ અન્ય ટીમો પણ આવી હતી. ગઇકાલ સાંજથી પાણીમા ગોતી રહેલા તરવૈયાઓને આજે સાંજે ચાર કલાકે લાશ હાથ આવી હતી. તેમજ રાજુભાઈ સમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...