તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દીપડીના બચ્ચાનો મૃતદેહ મોટી ખેરાળી સીમમાં રોડ કાંઠેથી મળ્યાે

ધારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહને હડફેટે લેતા માેત થયાની સેવાતી આશંકા

રાજુલા તાલુકાના માેટી ખેરાળી ગામની સીમમાથી વનતંત્રને અાજે દીપડીના બચ્ચાનાે મૃતદેહ મળી અાવ્યાે હતાે. દીપડીના અા બચ્ચાનુ માેતનુ કારણ સ્પષ્ટ થયુ ન હતુ. તેના મૃતદેહને પીઅેમ માટે બાબરકાેટ અેનીમલ કેર સેન્ટરમા ખસેડાયાે છે.અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા તાજેતરમા જ જુદીજુદી પાંચ ઘટનામા પાંચ સાવજાેના માેત થઇ ચુકયા છે. ત્યાં હવે દીપડીના બચ્ચાના માેતની ઘટના સામે અાવી છે. શેત્રુંજી ડિવીઝન નીચે અાવતા રાજુલા રેંજના બાબરીયાધાર રાઉન્ડમા માેટી ખેરાળી ગામની સીમમા અા ઘટના બની હતી.

માેટી ખેરાળી છાપરી રાેડ પર ખાળીયામા અેક દીપડીના બચ્ચાનાે મૃતદેહ પડયાે હાેવાની વનતંત્રને જાણ થઇ હતી. જેને પગલે સ્થાનિક સ્ટાફ અહી દાેડી ગયાે હતાે અને મૃતદેહ કબજે લીધાે હતેા. જાે કે દીપડીના બચ્ચાનુ માેત કઇ રીતે થયુ તે વનતંત્ર સ્પષ્ટ કરી શકયુ ન હતુ. અા બચ્ચાનુ માેત વાહન હડફેટે થયુ હાેવાની પણ શકયતા જાેવાઇ રહી છે. માેતનુ કારણ જાણવા માટે બચ્ચાના મૃતદેહને બાબરકાેટ અેનીમલ કેર સેન્ટરમા ખસેડાયાે હતેા. વનવિભાગના સુત્રાેઅે જણાવ્યું હતુ કે મૃતક બચ્ચાની ઉંમર અાશરે ચારથી પાંચ માસની છે.

અન્ય સમાચારો પણ છે...