તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવજના માેતની બીજી ઘટના:ગઢિયાની સીમમાંથી એક માસના સિંહબાળનાે મૃતદેહ મળી આવ્યો

ધારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંટાળામા સિંહનાં માેત બાદ 3 દી’મા વધુ એક સિંહનું માેત
  • મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે ખાંભા મોકલ્યો

ગીરની તુલસીશ્યામ રેંજના ધારી તાલુકાના ગઢીયા ગામની સીમમાથી આશરે એક માસની ઉંમરના સિંહબાળનાે મૃતદેહ મળી આવતા તંત્રએ દાેડી જઇ મૃતદેહ કબજે લીધાે હતાે. જાે કે આ સિંહબાળના માેતનુ કારણ સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. ગીરના સાવજાે માટે જાણે કપરાેકાળ શરૂ થયાે હાેય તેમ માત્ર ત્રણ દિવસના ગાળામા સાવજના માેતની બીજી ઘટના બની છે. તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડ નીચે આવતા ગઢીયા ગામની સીમમા આજે આ સિંહબાળનાે મૃતદેહ મળ્યાે હતેા.

અહીના તખુભાઇ બચુભાઇ વાળાની વાડીમા આશરે એકાદ માસની ઉંમરના સિંહબાળનાે મૃતદેહ પડયાે હાેવાની જાણ થતા સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા. અને સિંહબાળના મૃતદેહનાે કબજાે લીધાે હતાે. પ્રથમ દ્રષ્ટિએ અહી કાેઇ શંકાસ્પદ લક્ષણાે જણાયા ન હતા. સિંહબાળના મૃતદેહને પાેસ્ટમાેર્ટમ માટે ખાંભા ખસેડવામા આવ્યાે હતાે. સિંહબાળનું મોત કઇ રીતે નિપજ્યું છે તે અંગેનુ ચાેક્કસ કારણ હજુ સ્પષ્ટ થયુ ન હતુ. વનતંત્ર હવે માેતનુ કારણ જાણવા પીએમ રીપાેર્ટની રાહ જાેઇ રહ્યું છે. બાદમાં સ્પષ્ટતા થશે.

કાજ ગામે બાળકીને શિયાળે બચકાં ભરતા ઇજા
ગિર જંગલમાં વનવિભાગની જામવાળા રેન્જના છારા રાઉન્ડની વેલણ બીટમાં આવતા જૂના કાજ ગામે એક દોઢ વર્ષની બાળકીને શિયાળે બચકાં ભરી ઇજા પહોંચાડ્યાની ઘટના બની છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ છે.

આ અંગેની વિગતો આપતાં સીસીએફ ડિ. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, જામવાળા રેન્જના છારા રાઉન્ડની વેલણ બીટ હેઠળ આવતા જૂના કાજ ગામે અતીફા મોયુદ્દીન શેખ (ઉ. 1.5 વર્ષ) નામની બાળકીને આજે એક શિયાળે માથાનાં ભાગે બચકાં ભરી લીધા હતા. આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી. બનાવની જાણ થતાં વનવિભાગે હોસ્પિટલે દોડી જઇ બાળકીની સ્થિતીની વિગતો મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...