સિંહ દર્શન:આંબરડી સફારી પાર્કમાં એપ્રિલ કરતા મેમાં બમણા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

ધારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહી સિંહ સિંહણ, બે બચ્ચા દર્શન માટે રખાયા છે ,ગત એપ્રિલમાં કુલ 987 પ્રવાસી સિંહ દર્શને આવ્યા હતા

દેશ વિદેશના સહેલાણીઓ માટે દેવળીયા સફારી પાર્ક બાદ ધારી નજીક આંબરડી સફારી પાર્કમા પણ સિંહ દર્શન શરૂ કરાયા છે. ત્યારે વેકેશનના સમયગાળામા અહી પ્રવાસીઓની સંખ્યા વધી છે. અને એપ્રિલ માસ કરતા મે માસમા બમણાથી વધુ પ્રવાસીઓ સિંહ દર્શને આવ્યા હતા.

વનવિભાગ દ્વારા ધારીના ખોડિયાર ડેમ નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા એક સિંહણ, એક સિંહ તથા તેના બે બચ્ચાને હાલમા સિંહ દર્શન માટે પાર્કમા છોડવામા આવ્યા છે. આ સિંહ ફેમીલીના દર્શન માટે અહી વનવિભાગ દ્વારા ખાસ બસો મુકવામા આવી છે જે પાર્કમા તેના નિશ્ચિત રૂટ પર ફરી દેશ વિદેશથી આવતા સહેલાણીઓને સિંહ દર્શન કરાવે છે.

ગત એપ્રિલ માસમા આંબરડી સફારી પાર્કમા કુલ 987 પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવ્યા હતા. જયારે મે માસમા પ્રવાસીઓનો આંક બમણાથી વધી 2260 જેટલો થઇ ગયો હતો. જો કે હવે વેકેશન પુર્ણ થવાના આરે હોય પ્રવાસીઓની સંખ્યા ઘટવા લાગશે. અહી સફારી પાર્કમા ચિંકારા, કાળીયાર, સાબર અને અન્ય પ્રાણીઓ પણ રખાયા છે.

ચોમાસા દરમિયાન પણ પાર્ક ચાલું રહેશે
વનવિભાગ દ્વારા આંબરડી સફારી પાર્કમા વેકેશન પાડવામા આવતુ નથી. અહી ચોમાસા દરમિયાન પણ પાર્ક શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે દેવળીયા સફારી પાર્કમા ચોમાસા દરમિયાન વેકેશન રખાય છે.

ફેન્સીંગ કુદી પાર્કમાં આવે છે
આમ તો વનવિભાગ દ્વારા આંબરડી સફારી પાર્કમા દીપડાનો વસવાટ રખાયો નથી. પરંતુ આશ્ચર્યજનક રીતે વનવિભાગની ઉંચી ફેન્સીંગ કુદીને પણ દીપડા પાર્કમા આંટો મારી જાય છે.

અન્ય સમાચારો પણ છે...