તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહ દર્શન:આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભીડ ઓછી

ધારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રવાસીઓની સંખ્યા વધે તાે પહાેંચી વળવા તંત્ર સજ્જ, લોકો કોરોનાને ભુલી ફરવા નિકળી રહ્યાં છે

આંબરડી સફારી પાર્કમા ગયા વર્ષે દિવાળી અને તેના પછીના દિવસાેમા પ્રવાસીઓનાે ભારે ધસારાે રહ્યાે હતાે. ચાલુ સાલે કાેરાેનાના ઉપદ્વવને કારણે ભલે ગત વર્ષ જેવાે ધસારાે જાેવા ન મળે તાે પણ પ્રવાસીઓની ખાસ્સી ભીડ રહેવાની શકયતા છે. જાે કે આજે દિવાળીના દિવસે બપાેર સુધીમા અહી ખાસ કાેઇ ભીડ જાેવા મળી ન હતી.

કાેરાેનાના ઉપદ્વવને પગલે આઠ મહિના સુધી ઘરમા રહેલા લાેકાે કંટાળી ચુકયા છે અને દિપાવલીના આ તહેવારમા માેટી સંખ્યામા લાેકાે હરવા ફરવા નીકળી પડયા છે. સાૈરાષ્ટ્રમા હરવા ફરવા માટે લાેકાે ધાર્મિક સ્થળાે વધુ પસંદ કરે છે.

આ ઉપરાંત બીજુ સાૈથી માેટુ આકર્ષણ સિંહ દર્શનનુ છે. સાસણના દેવળીયા પાર્કની જેમ જ ધારી નજીક આંબરડી પાર્કમા પણ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવાઇ રહ્યાં છે. કાેરાેના પહેલાના સમયમા અહી સતત પ્રવાસીઓની સંખ્યામા ઉતરાેતર વધારાે થઇ રહ્યાે હતાે. જાે કે કાેરાેનાએ સ્થિતિ બદલી નાખી છે.

ગત બીજી ઓકટાેબરના રાેજ આંબરડી સફારી પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખાેલી નાખવામા આવ્યાે હતાે. દિવાળી પછીના એક સપ્તાહ સુધી અહી પ્રવાસીઓની સંખ્યામા ધરખમ વધારાે થશે. જાે કે આજે દિવાળીના દિવસે સવારના સમયે ભીડ ઓછી હતી. બપાેરના 12 વાગ્યા સુધીમા અહી માત્ર 31 પ્રવાસી સિંહ દર્શન માટે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો