તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સિવીલના જુનિયર તબીબોની 15મીએ હડતાલની ચિમકી

ધારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસો કોઇ નિર્ણય નહીં આવે તો 18મેથી સંપૂર્ણ હડતાલ
  • રાજ્ય સરકારે સરકારી, અર્ધસરકારી હોસ્પિટલોમાં 40 ટકા પગાર વધારો કર્યો છે આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરાઇ હતી

અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા એક વર્ષથી કોરોના તેમજ અન્ય વિભાગમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં 40 ટકા પગાર વધારો કર્યો છે. જો કે આ મુદ્દે સંસ્થાને અનેક વખત રજુઆત કરાઇ હતી. પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં આગામી 15મીએ જુનિયર તબીબોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે.જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર એક વર્ષથી કોરોના તેમજ અન્ય વિભાગમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.

સરકાર દ્વારા સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં 40 ટકા પગાર વધારો કર્યો છે. તો જુનિયર તબીબો પણ સમાન પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. આ મુદ્દે મેનેજમેન્ટને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. પરંતુ કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેથી તબીબોએ તારીખ 15 થી 17 સુધી પેન ડાઉન હડતાળ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત જો કોઈ નિર્ણય નહીં આવે તો 18મીથી સંપૂર્ણ હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...